હળવદ તાલુકાના કેદારિયા ગામમાં આજે બપોરના સમયે એક જ સમાજના બે જૂથો વચ્ચે જુના મનદુખને લઇને ખુની ખેલ ખેલાયો હતો. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેને હળવદની સરકારી હોસ્પિટલ ખાસે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બનાવની હળવદ પોલીસને જાણ કરાતા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના કેદારિયા ગામમાં જુના મનદુખને લઇને એક જ સમાજના બે જૂથો આમને સામને આવી ગયા હતા. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 2 મહિલાઓને હળવદની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવામાં આપવામાં આવી હતી. અને 3 પુરુષને વધારે ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...