મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ હળવદ તાલુકાના ધનાળા ગામે જયેશભાઇ વાસુદેવભાઇ દલવાડી ની વાડીમાં રહેતા ૩૩ વર્ષીય વિક્રમભાઈ ઉર્ફે ઇકરીયા ભંગડાભાઈ ડાવર ગત તા.૧૯-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે પોતાની વાડીમાં આંટો મારવા ગયેલ હોય અને અકસ્માતે બાજુની વાડીના શેઢે મુકેલ ઝાટકાના તારને અડીજતા શોર્ટ લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામના નીવાસી રમાબેન સવજીભાઈ સનારિયાનુ 71 વર્ષની વયે તારીખ 14/09/2025 ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 16/09 /2025 ને મંગળવારના રોજ સાંજે 08:00 થી રાતના 10:00 કલાક સુધી પટેલ સમાજ વાડી સરવડ ગામ ખાતે...
મોરબી જિલ્લામાં આગામી ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
સમગ્ર રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયા અન્વયે સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત મોરબી જિલ્લામાં ગ્રામ્ય તથા શહેર વિસ્તારમાં સ્વચ્છતા...