મોરબી લોહાણા મહાજનના અધ્યક્ષ સ્થાને સમાજના અગ્રણીઓની બેઠક માં સમાજ ની વિવિધ સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય નુ સન્માન કરવા લેવાયો નિર્ણય.
સમસ્ત લોહાણા સમાજ ના એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર જંગી બહુમતી થી વિજયી થયા છે ત્યારે આગામી તા.૧-૧-૨૦૨૩ રવિવાર ના રોજ શ્રી રામધામ-જાલીડા મુકામે સમસ્ત લોહાણા સમાજ દ્વારા જીતુભાઈ સોમાણી નો સન્માન સમારોહ તથા વિજયોત્સવ નુ આયોજન કરવા માં આવ્યુ છે.
જે અંતર્ગત મોરબી જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજ-મોરબી ની બેઠક મળી હતી જેમાં જ્ઞાતિ ની વિવિધ સંસ્થા ના અગ્રણીઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આગામી તા.૧-૧-૨૦૨૩ રવિવાર ના રોજ સવારે ૭ઃ૩૦ કલાકે મોરબી જલારામ મંદિર ખાતે પૂ.જલારામ બાપા ના દર્શન કરી મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ રામધામ જવા રવાના થશે, શ્રી રામધામ મુકામે મોરબી લોહાણા સમાજ ની વિવિધ સંસ્થાઓ દ્વારા ધારસભ્ય જીતુભાઈ સોમાણી નુ અદકેરૂ સન્માન કરવા નિર્ધારીત કરવા માં આવ્યુ છે.
મોરબી લોહાણા સમાજ ની મળેલ બેઠક માં લોહાણા મહાજન-મોરબી, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી, રઘુવંશી યુવક મંડળ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, ક્લોક એશોસિયેશન-મોરબી, લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, જલારામ સેવા મંડળ-મોરબી, સમસ્ત પોપટ પરિવાર-મોરબી, રઘુવંશી મહિલા મંડળ-મોરબી, જલારામ મંદિર મહીલા મંડળ-મોરબી, લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી સહીત ની સંસ્થા ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...