અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા તા.24મીએ ‘છાત્ર હુંકાર ‘ સંમેલનનુ આયોજન

મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા જીલ્લા સંમેલન ‘છાત્ર હુંકાર ‘યોજવા જઈ રહ્યું છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.

12જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદ જન્મજયંતી રાષ્ટ્રીય યુવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ABVP મોરબી દ્વારા તા.24 જાન્યુઆરી 2023ના રોજ મોટી સંખ્યામાં જીલ્લા સંમેલન ‘છાત્ર હુંકાર’નું આયોજન કરવામાં આવ્યું છે જે સંસ્કાર બ્લડબેંક ખાતે યૌજાવા જઈ રહ્યું છે જેમાં જીલ્લાભર માંથી વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહેવાના છે અને જેમાં જીલ્લા સંમેલન અંતગર્ત મોરબી જીલ્લાના વિવિઘ શેક્ષણિક તેમજ સામાજિક પ્રશ્નો ધ્યાને લઇને ABVP મોરબી દ્વારા પ્રસ્તાવ પારિત કરવામાં આવશે. સંમેલનના મુખ્ય વક્તા તરીકે લેખક, મોટીવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા અને કનુભાઈ કરકર ઉપસ્થિત રહેશે.

સંમેલન બાદ શોભાયાત્રા નીકળશે અને જેમાં એબીવીપીના પ્રદેશ પદાધિકારી સહિત કાર્યકર્તાઓ હાજર રહેશે .

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img