આસ્થાના રાષ્ટ્રભક્તિના સમન્વય સ્વરૂપે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ. આ અવસર પર ધ્વજવંદન કર્તા તરીકે વિશ્વઉમિયાધામના ઉપપ્રમુખ પ્રહલાદભાઈ પટેલ- કામેશ્વર એવમ્ અતિથી વિશેષશ્રી તરીકે ખજાનચી કાંતિભાઈ પટેલ ( રામ) અને શંકરભાઈ પટેલ -ભામાશાદાતા તેમજ અને યુ.એસ.એ થી યુથ કાન્સિલના – ચેપ્ટરના ચેરમેન દિનેશભાઈ, રાકેશભાઈ,નરેશભાઈ, કૌશિકભાઈ પટેલ તેમજ સંસ્થાના હોદ્દેદારો, દાતાટ્રસ્ટીઓ તથા અન્ય કાર્યકર્તા મિત્રોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં પ્રહલાદભાઈ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રભાવના ઉજાગર કરવી એ દરેક સમાજ અને સંસ્થાની નૈતિક ફરજ અને કર્તવ્ય છે.
તો વધુમાં દેશને આઝાદી કેવી રીતે મળેલ અને તિરંગાનું મહત્વ શું છે, તે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપેલ અને દેશનો તિરંગો એ ભારતની આન-બાન-શાન છે અને દેશની આઝાદી માટે બલીદાન આપનાર સ્વાતંત્ર સૈનિકો એ દેશનું ગૌરવ છે.