આજરોજ ગુજરાત ના પનોતા પુત્ર ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ હેઠળ અને પ્રદેશ ના મહીલા મોરચા પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકા ના મીતાણા ગામે મીલેટસ ના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવેલ
જે કાર્યક્રમની અંદર મીલેટસ શુ છે કેટલા પ્રકારના મીલેટસ હોય કેવા પ્રકાર ના મીલેટસ ખાવા જોઈએ અને કયા પ્રકાર ના મીલેટસ નો ખાવા જોઈએ કયા પ્રકાર ના મીલેટસ ખાવાથી શરીરમાં શું શું ફાયદા થાય છે અને કયા પ્રકાર ના મીલેટસ ખાવાથી શરીર મા શુ શુ બીમારી થઈ શકે એ વિશે જાણકારી આપેલ
આ તકે ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન અરવિંદભાઈ કૈલા,મહામંત્રી જયશ્રીબેન સીનોજીયા,કોષાધ્યક્ષ જયાબેન જારીયા,મંત્રી શોનલબેન બારીયા,મંત્રી રંજનબેન મેરા સહિતના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી
