મોરબી: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ – ગાંધીનગરની તાજેતરમાં સીધી ભરતીથી મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) તેમજ જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગના કર્મચારીઓને નિષ્ણાંત અને અનુભવી અધિકારીઓ/કર્મચારીઓ પાસેથી તેઓની કામગીરી વિશે પ્રાથમિક માહિતી મળી રહે તેવા ઉદ્દેશથી મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS)ના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) એન.ડી. કુગસીયા દ્વારા જિલ્લા પંચાયત-મોરબી ખાતે તા.૦૮/૧૧/૨૦૨૩ તથા તા.૦૯/૧૧/૨૦૨૩ના રોજ ૨(બે) દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમના પ્રથમ દિવસે તલાટી કમ મંત્રીના કાર્યો અને ફરજો, પંચાયત ઘારો, ૧૯૯૩ની ગ્રામ પંચાયત લેવલે ઉપયોગી કલમોની જાણકારી, નાણાકીય ઔચિત્યતાના નિયમો, સરકારશ્રીની વિવિઘ યોજનાઓ જેવી કે, PMAY, મનરેગા, સ્વચ્છ ભારત, ૧૫મું નાણાપંચ, આયોજનના કામો, ગ્રામ પંચાયતના આવકના સ્ત્રોતો, ઇ-ગ્રામ, ગ્રામ સ્વરાજ પોર્ટલ તેમજ ત્રિ-સ્તરીય પંચાયતની રચના અને કાર્યો તેમજ ગ્રામ, તાલુકા, જિલ્લાની સમિતિની રચના અને કાર્યો વિશે જિલ્લા પંચાયતના વરિષ્ઠ અઘિકારી તેમજ વિષય નિષ્ણાંત તાલુકા વિકાસ અઘિકારીઓ અને અનુભવી કર્મચારી અને તલાટી કમ મંત્રી દ્રારા આ તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ અન્વયે પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં ઉત્સાહભેર કર્મચારીઓ હાજર રહ્યા હતા. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જે. પારઘી, કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા તથા જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા(IAS) દ્વારા નવનિયુક્ત કર્મચારીઓ તેઓના ક્ષેત્રમાં આગળ વધે અને સમાજને ઉપયોગી બને તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...