વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે ઝડપાયેલ બંને આરોપીઓના જામીન મંજુર

વાંકાનેરના બહુચર્ચીત બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય, જે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થયા બાદ જેલહવાલે કરવામાં આવ્યા હોય, જે બંને આરોપીઓએ પોતાના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતા નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ દ્વારા રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હોય, જે બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા હતા, જે બાદ બંને આરોપીઓએ પોતાના વકીલ મયુરસિંહ પરમાર મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન અરજી કરતા તેમની ધારદાર દલીલો, સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને રજૂ કરતાં તેને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કામમાં આરોપી વતી વકીલ તરીકે વાંકાનેર બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મયુરસિંહ એસ. પરમાર, ભગીરથસિંહ જાડેજા, વિજય બાંભવા, યોગીરાજસિંહ ઝાલા, તેજપાલસિંહ ઝાલા સહિતના રોકાયા હતા

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img