મોરબીમાં 15 માર્ચે શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજીનો ભવ્ય નવરંગ માંડવો યોજાશે

શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી મિત્ર મંડળ દ્વારા મોરબીના મોચી શેરીમાં ખાખરેચી દરવાજા ચોકમાં શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા આષ્થા શ્રદ્ધાના પ્રતિકસમાં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજીનો ભવ્ય નવરંગ માંડવો માતાજીના મંદિરના સાનિધ્યમાં તા. ૧૫/૦૩/૨૦૨૪ને શુક્રવારે યોજાશે વહેલી સવારે થાંભલી રોપણ કરાશે જેમાં સવારે ૯ વાગે ધામધૂમથી વાજતે ગાજતે ભુવાના સામૈયા કરવામાં આવશે. 

આ નવરંગ માંડવામાં ડાકની રમઝટ રાત્રે ૯ વાગે યોજાશે જેમાં રાવળદેવ હરેશભાઇ રાવળ પંચના ભૂવા ધીરુભાઇ ખોડાભાઈ ચૌહાણ (લીલા લીમડા વાળા મેલડી માતાજી મંદિરના ભૂવા) સહિત રમેશભાઈ મોહનભાઇ ડોડીયા, જયંતીભાઈ પૂંજાભાઈ રાજગોર, અરુણભાઈ રણમલભાઈ સોલંકી,દિલીપભાઈ રાવળ, અમૂલભાઈ અશોકભાઈ ચાવડા, જનકભાઈ મોહનભાઇ ચૌહાણ, ચમનભાઈ સોઢા, મહેશભાઈ ડોડીયા, જયંતીભાઈ મકવાણા, રવિભાઈ સોલંકી, સહિત ભૂવા માતાજીના ગરબા, છંદ, દુહાની રમઝટ બોલાવશે.

આ નવરંગ માંડવાના સફળ આયોજનમાં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી મિત્ર મંડળને માઇ ભક્તો સેવાભાવી યુવા ગ્રુપ મંદિર અને ચોકને રોશનીથી ઝળહળતી કરી રાત દિવસના ઉજાગરા કરી તન મન ધનથી જહેમત ઉઠાવીને ખાખરેચી દરવાજા ચોકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા ભક્તો એ માતાજી ના માંડવાના દર્શન નો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવ્યું છ.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img