મોરબીના બરવાળા રેલવે સ્ટેશન નજીક ઝઘડો કરી શખ્સે ચાલુ ટ્રેને ફેકી દેતા આધેડ ઈજાગ્રસ્ત 

મોરબી: આસમથી ભત્રીજા સાથે મજુરી કરવા આવતા આધેડને બેસવા બાબતે ઝઘડો થતાં મોરબીના બરવાળા રેલવે સ્ટેશન નજીક આધેડને એક શખ્સે ધક્કો મારી ફેંકી દેતા આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ કચ્છ- ગાંધીધામમાં આવેલી જીગર કંપનીમાં રહેતા બિનેશ્વર બિપીનભાઈ બાસુમત્રાય નામના ૫૩ વર્ષના આધેડ કામખીયા ગાંધીધામ એકસપ્રેસ ટ્રેનમાં બેસીને જઈ રહ્યાં હતાં ત્યારે મોરબીના બરવાડા રેલવે સ્ટેશન પાસે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી આધેડને ધક્કો મારી ચાલુ ટ્રેને નીચે ફેંકી દીધા હતાં. આધેડને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે ઈજાગ્રસ્ત આધેડ મુળ આસામના વતની છે અને ભત્રીજા વિશ્વ સાથે આસામથી નોકરી કરવા આવતાં હતાં ત્યારે ટ્રેનમાં બેસવા મુદ્દે ઝઘડો થતાં અજાણ્યા મુસાફરોએ ચાલુ ટ્રેને ધક્કો મારી નીચે ફેંકી દીધા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img