આગામી 19 સપ્ટેમ્બરે મોરબીમાં ક્રિષ્ના હોલ ખાતે ફ્રી નેત્રમણી કેમ્પનું આયોજન 

મોરબી: હરિહર અન્નક્ષેત્રના સંસ્થાપક સેવા મૂર્તિ જમનાદાસભાઈ તથા એલ.ડી. હડિયલ દ્વારા પુનિતકુમાર જમનાદાસ હિરાણી તથા સંજયકુમાર જમનાદાસ હિરાણી તથા દામજીભાઈ અવચરભાઈ હડીયાલના સ્મરણાર્થે રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી ફ્રી નેત્રમણી કેમ્પનું આયોજન તા. ૧૯/૦૯/૨૦૨૪ ને ગુરુવારના રોજ કરવામાં આવ્યું છે. તેથી સર્વે દર્દીઓને લાભ લેવા જણાવાયું છે.

નેત્રમણી કેમ્પનું આયોજન તા. ૧૯/૦૯/૨૦૨૪ ને ગુરુવારના રોજ સવારે ૭:૦૦ કલાકે ક્રિષ્ના હોલ નવલખી બાયપાસ રોડ, પંચાસર અને વાવડી ચોકડી વચ્ચે અતુલ શક્તિ શોરૂમની બાજુમાં મોરબી ખાતે રાખેલ છે.

તેમજ દર્દીનુ નામ નોંધાવવા જમનાદાસ મો- ૯૮૨૪૮૧૯૬૦૧ તથા એલ.ડી. હડીયલ મો-૯૮૨૫૬૪૯૮૫૧ તથા હરેશભાઈ એચ. હીરાણી મોં -૯૮૨૫૭૫૦૨૩૪, ૯૪૨૮૪૬૫૮૮૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img