Thursday, May 15, 2025

ઉછીના રૂપિયા ન આપતાં બે શખ્સોએ GTPL ઓફિસમાં પ્રવાહી છાંટી સળગાવી દરવાજાને નુકસાન કર્યું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રવાપર રોડ પર એચ.ડી.એફ.સી. ચોક ઘનશ્યામ પ્લાઝા આધેડની જી.ટી‌.પી.એલની ઓફિસમાં એક શખ્સે આધેડ પાસે ઉછીના રૂપિયા માંગતા આધેડ પાસે પૈસાની સગવડ ન હોય જેથી આરોપીને પૈસાની સગવડ નહી હોવાનું જણાવતા જેનો ખાર રાખી આરોપીઓએ જી.ટી.પી.એલ. ઓફિસમાં જ્વલંતશીલ પ્રવાહી છાંટી ઓફિસના દરવાજાને નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ હતી.

મળતી માહિતી મુજબ મોરબી કાયાજી પ્લોટ શેરી નં -૦૬ શીવાલય હાઇટસ ચોથામાળે રહેતા દિનેશભાઇ જયંતીભાઈ પંડ્યા (ઉ.વ.૫૬) એ આરોપી જુનેદ ગુલામહુશેનભાઈ પીલુડીયુ રહે. મહેન્દ્રપરા તથા અજાણ્યો માણસ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પાસે આરોપી જુનેદએ ઉછીના પૈસા માંગતા ફરીયાદી પાસે પૈસાની સગવડ ન હોય જેથી આરોપીને પૈસાની સગવડ નહી હોવાનુ જણાવતા જેનો ખારરાખી આરોપીઓએ ફરીયાદીની જી.ટી.પી.એલની ઓફીસમા જવલંતશીલ પ્રવાહી વડે ઓફીસના દરવાજે પ્રવાહી છાંટી સળગાવી ઓફીસના દરવાજાને વીસ થી પચાસ હજાર સુધીનુ નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર