મોરબી તાલુકાના ગોર ખીજડીયા ખાતે આવેલ અલખધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટનો 15 વર્ષમાં મંગલ પ્રવેશ કરતા અલખ ધણી ગૌશાળાના સ્થાપક સ્વ. અંબારામ ભગત દ્વારા ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કથાના વક્તા સંતશ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંતશ્રી ભાવેશ્વરીમાં રામધન આશ્રમ મોરબી બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહેશે. આ ભવ્ય રામદેવ રામાયણ કથા જ્ઞાનયજ્ઞ પોષ સુદ -૯ કથા પ્રારંભ તા. 08- 01- 2025 ને બુધવાર થી કથા વિરામ પોષ વદ -૧ તા. 14-01-2025 મંગળવાર સુધી. કથાનો સમય સવારે 9:00 થી 11:30 બપોર 2:30 થી 5:00 વાગ્યે સુધીનો રહેશે.
તેમજ કથામાં આવતા પાવનકારી પ્રસંગો પોથીયાત્રા તા. 08-01-2025 બપોરે 2:00 વાગ્યે, તા. 09-01- ને ગુરૂવાર નંદ મહોત્સવ, તા. 10-01 ને શુક્રવાર રામદેવજી મહારાજ પ્રાગટ્ય ઉત્સવ, તા. 11-01 ને શનિવાર ભૈરવ ઉધ્ધાર, રાત્રે રામદેવપીરનો પાટ સંતવાણી યોજાશે જેમાં કલાકાર મીલન પટેલ અને રીંકલ પરમાર દ્વારા લોકોને મોજ કરાવાશે. તેમજ તા.12-01 ને રવિવાર રામદેવજી મહારાજનો વિવાહ, તા. 13-01ને સોમવાર રામદેવજી મહારાજના ભક્તો અને પાટનો મહિમા ગત ગંગાના ભકતોની કથા, તા. 14-01 ને મંગળવારે કથાની પૂર્ણાહુતી કથામાં અવતા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદ વ્યવસ્થા રાખેલ છે.
અલખધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પાવન પ્રસંગે સંતો-મહંતો ભકતોના દર્શન ભાવ પ્રસાદ તથા સંતવાણીનો અમુલ્ય લાભ લઇ જીવનને ધન્યતા બનાવવા માટે તથા ધર્મકાર્યને અનુમોદન આપવા ઉમંગ આનંદ વધારવા સહકુટુંબ, મિત્ર મંડળ તથા ભકતજનોના બહોળા સમુદાય સાથે પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...