ભારત વિકાસ પરિષદ તથા ઇન્ડિયન મેડિકલ એસો.‌ મોરબી દ્વારા 17 જુને “શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ” સેમિનારનુ આયોજન

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા તથા ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી દ્વારા આગામી તારીખ ૧૭-૦૬-૨૦૨૫ ને મંગળવારના રોજ રાત્રીના ૦૯ થી ૧૦:૩૦ કલાકે મોરબીના રવાપર રોડ પર આવેલ નિલકંઠ વિદ્યાલય સામે I.M.A હોલ ખાતે ગર્ભસંસ્કાર કાર્યશાળાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક છે.

શું આપ શ્રેષ્ઠ સંતાન માટેના પ્રયત્નો કરો છો ?, શું આપ આપની ડિલીવરી સુખરૂપ અને કુદરતી માર્ગે થાય તેવું ઈચ્છો છો?, શું આપ શ્રેષ્ઠ સંતતિ માટે વૈદિક ગર્ભવિજ્ઞાન જાણવા ઈચ્છો છો?

આ સેમિનારમાં કોણ આવી શકે?

શ્રેષ્ઠ સંતાન માટે વિચારી રહેલ દંપતીઓ, ગર્ભવતી મહિલાઓ તથા તેમના પતિદેવઓ તથા વૈદિક ગર્ભ વિજ્ઞાન જાણવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિઓ.

આ ” શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનાર”માં વક્તા ડૉ. જયેશભાઇ પનારા (D.G.O) તથા ડૉ. ચિરાગભાઈ વિડજા (B.A.M.S ) દ્વારા શ્રેષ્ઠ સંતાન માટે વિચારી રહેલ દંપતીઓને માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા માટે રજીસ્ટ્રેશન આવશ્યક છે માટે રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો 79848 40322 / 95376 6550

આપ ઉપરનાં કોઈપણ એક નંબર પર WhatsApp મેસેજ કરીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img