હળવદના દેવળીયા ગામે સગીરા અને યુવકે ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી

હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ નારાયણભાઈ પટેલની વાડીએ કોઈ કારણસર બંનેએ ગળેફાંસો ખાઈ જતાં યુવક અને સગીરાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મૂળ વડોદરાના વતની અને હાલ હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ નારાયણભાઈ લવજીભાઈ પટેલની વાડીએ રહેતા વિપુલકુમાર મુકેશભાઈ નાયકા (ઉ.વ.૨૪) તથા રીયાબેન પુનમભાઇ તડવી (ઉ.વ.૧૭) એમ બંનેએ વાડીએ આવેલ મકાનની છતની લોખંડની અંગેલ સાથે બંન્ને સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બંન્નેના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img