મોરબી મચ્છુ -૩ ડેમમાંથી પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઇ ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. જેથી સિંચાઇ યોજનાના નીચાણવાસમાં આવતા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવેલ છે.

જેમાં મોરબી તાલુકાના ગામો :ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા.

જયારે માળિયા(મીં) તાલુકાના ગામો : દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મીં), હરીપર, ફતેપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા સુચના આપવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img