મોરબીમાં 22 જુને વિના મૂલ્યે સર્વજ્ઞાતી સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

મુળ સગાળીયા ગામના વતની હાલ મોરબી (ચભાડીયા કુટુંબ) ના નિવૃત DySP સ્વ. હિંમતસિંહજી અમરસિંહજી જાડેજા ના સ્મરણાર્થે, તેમના જયેષ્ઠ પુત્ર જયવંતસિંહજી જાડેજા દ્વારા આયોજીત અને તેમના પૌત્ર ડૉ. સત્યજીતસિંહજી કૃષ્ણસિંહજી જાડેજા દ્વારા પ્રેરિત, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડૉકટર્સ એસોસિએશન તેમજ મોરબી રાજ પરિવારના સહયોગ થી તારીખ ૨૨ જુને ‘નિઃશુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ’નું આયોજન કરવામાં આવેલ છે.

આ મલ્ટી-સ્પેશ્યાલીટી તેમજ સુપર સ્પેશ્યાલીટી મેડિકલ કેમ્પ તારીખ ૨૨-૦૬-૨૦૨૫ ને રવિવાર ના રોજ સવારના ૦૯:૦૦ થી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી મોરબીના સામાકાંઠે આવેલ સ્વામિનારાયણ મંદિર સામે ઝુલતા પુલ પાસે એલ.ઈ. કોલેજ રોડ પર આવેલ મયુર હોસ્પિટલ ખાતે ‘નિઃશુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ’ યોજાશે. આ કેમ્પનું ઉદ્દઘાટન સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરવામાં આવશે.

આ કેમ્પમાં ગુજરાતના ખ્યાતનામ ડૉક્ટરઓ જુદા-જુદા રોગો માટે નિદાન-સારવાર કરનાર છે, જેનો લાભ લેવા મોરબી જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

આ કેમ્પમાં બ્લડ પ્રેશર (BP), ઓક્સિજન (SPO.) ડાયાબિટીસ (સુગરની તપાસ) કાર્ડિયોગ્રામ – ECG (ડૉકટરની સલાહ મુજબ)ના રીપોર્ટ પણ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

નોંધ:-દર્દીઓએ જુના કાગળો ફાઇલ સાથે લાવવાના રહેશે.

દર્દીઓના નામનું રજીસ્ટ્રેશન કરાવવા માટે જશવંતસિંહજી જાડેજા મોં:-૯૭૨૭૨૭૭૭૭૭, નિરૂભા બી. ઝાલા મોં:- ૯૭૨૫૮૫૫૭૭૭, તથા મહેન્દ્રસિંહજી ડી. ઝાલા મોં:- ૯૮૨૫૨૨૨૭૮૭ નંબર પર સંપર્ક કરવો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img