હળવદના ચરાડવા ગામના સરપંચને એક શખ્સે આપી જાનથી મારી નાખવાની ધમકી 

હળવદ તાલુકાના ચરાડવા ગામે એક શખ્સે પોતાની ઘરની પાછળ ખુલ્લા પ્લોટમાં ગાયનું વાછરડું મરી ગયેલ હોય જે સંરપંચના ઘરની સામે શેરીમાં નાખી સરપંચ તથા સાથીઓને ગાળો આપી ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતા લક્ષ્મીબેન રતીલાલભાઈ પરમાર (ઉ.વ.૬૫) એ આરોપી તેમના જ ગામના અનિલ હસુભાઈ ચૌહાણ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ચરાડવા ગામના સરપંચ હોવાથી આરોપીએ પોતાની ઘરની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમા ગાયનુ વાછરડુ મરી ગયેલ હોય જે મોટરસાયકલ પાછળ દોરડાથી બાધી ફરીયાદીના ઘરની સામે શેરીમા નાખી ફરીયાદી તથા સાથીઓને ભુડાબોલી ગાળો આપી બોલાચાલી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img