Wednesday, September 24, 2025

શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા “સર્વ જ્ઞાતિ સમૂહ રાંદલ લોટા મહોત્સવ તથા મહાદુર્ગાપૂજા કાર્યક્રમ”નુ આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે નવરાત્રી પૂરી થયા બાદ છેલ્લા સાત વર્ષથી મહાદુર્ગા પૂજા મહોત્સવ કરી રહ્યા છે અને આ વર્ષ આઠમું વર્ષ થશે. જેમાં એક થી બાર વરસની 551 દીકરીઓ ભાગ લે છે. દીકરીઓ સરસ મજાની તૈયાર થઈને આવે છે, અનેક દીકરીઓ જુદા જુદા માતાજીના સ્વરૂપ બનીને આવે છે, તો એ દીકરીઓ આવે ત્યારે અમે એમના પગ પૂજન કરીએ છીએ. અને એમને રાસ રમાડીએ છીએ. જમાડીએ છીએ અને સાથે યોગ્ય પુરસ્કાર પણ આપીએ છીએ. જેથી તારીખ 5/10/2025 રવિવાર સવારે ૦૮ કલાકે રાંદલ સ્થાપના અને સાંજે 5 થી રાતના 9 સુધી આ મહાદુર્ગા ઉત્સવ નો કાર્યક્રમ નક્કી થયેલ છે.

નામ લખાવવા માટે જે દીકરીઓની ઉંમર 12 વર્ષ સુધીની છે તે તમામ દીકરીઓનું નામ લખવાનું ચાલુ કરેલ છે તો દીકરીનું નામ ઉંમર કયા ધોરણમાં ભણે છે અને સંપર્ક માટે કોઈપણ એક વોટ્સએપ વાળો મોબાઈલ નંબર કાગળમાં લખી અને મંદિરે પૂજારીને આપી જવા વિનંતી. જેની છેલ્લી તારીખ 30/9/2025 સાંજે 8 સુધીમાં લખીને આપી જવા વિનંતી.

સમગ્ર વિશ્વમાં કોઈ હિન્દુનું એવું ઘર નહીં હોય જેમાં એકાદ વખત પણ રાંદલમાંની સ્થાપના ન થઈ હોય. એટલે કે (રાંદલ તેડિયા ન હોય.)

સામાન્ય રીતે મનુષ્ય રાંદલમાં ની માનતા કરે અને લોટા તેડે છે.ઘરે દીકરાના લગ્ન પ્રસંગ હોય અથવા તો શ્રીમંત પ્રસંગ હોય અને જે લોકો યજ્ઞોપવિત ધારણ કરતા હોય તે પણ યજ્ઞોપવિત ના પણ રાંદલમાં ના લોટા તેડે છે. રાંદલમાનુ વ્રત કરવાથી સૌભાગ્ય વતી સ્ત્રીને સંતાન પ્રાપ્તિ એટલે કે મા બનવાનું પણ સુખ મળે છે અને આ રીતે રાંદલમાં ને યાદકરી અને મનુષ્ય પોતાને ધન્યતા અનુભવે છે.

ભગવાન સૂર્યનારાયણ સવારે ઉદય થાય ને અસ્ત થાય ત્યાં સુધીમાં સમગ્ર સૃષ્ટિ ઉપર રહેલ જીવ માત્રને ભરણપોષણ પૂરું પાડે છે. અને તેમના પત્ની એટલે માં ભગવતી રાંદલમાં અને તેનું વિશેષ સ્થાન પૂજન આપણા ઘરે સારા પ્રસંગોમાં કરીએ, જેથી સૂર્યનારાયણ ભગવાન આપણા અને આપણા કુટુંબના સભ્યો ઉપર ખુશ રહે, અને બળ શક્તિ, શાંતિ અર્પે, જેથી કરીને આપણે રાંદલ તેડવાનો પ્રસંગ ઘરે કરીએ છીએ.

તમામ ટ્રસ્ટીઓ તથા કાર્યકરો તથા સેવકોના ઉત્સાહને જોઈને આ વર્ષે દુર્ગા ઉત્સવ ના સાથે સાથે “સમૂહ રાંદલ લોટા ઉત્સવ” ઉજવવાનું નક્કી કરેલ છે. આ સમૂહ ઉત્સવ તથા દુર્ગા ઉત્સવમાં આપ ભાગ લેવા ઈચ્છતા હો તો તેની વ્યવસ્થા નીચે મુજબ છે.

રાંદલમાંના લોટાનું તથા ગોયણીનું બુકિંગ કરાવવા માટે સંસ્થા ઉપર આવી તમારું નામ નંબર તમારું પૂરું સરનામું આપી જવા, બુકિંગની છેલ્લી તારીખ 30/09/ 2025 મંગળવાર સાંજે 8:00 વાગ્યા સુધી રહેશે.ગોયણી અહીંથી કરી આપવામાં આવશે. અને આપ પણ લાવી શકો છો.

દર વર્ષે અહીં 551 દીકરીઓ ગોયણી થઈને આવે છે, તમામ 551 દીકરીઓને લાણી જો આપવી હોય તો પણ તમે આપી શકો છો જેની જાણ પણ પહેલેથી કરવી જરૂરી આ કાર્યક્રમ માટે કોઈપણ જાતની જાણકારી તથા સુચન માટે નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવો. યશવંત જોષી 9974768005, રાજેન્દ્રભાઈ ભટ્ટ 99099 58188, હીતાબેન 90997 05434.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર