Tuesday, October 14, 2025

બહુચરધામ – ખાખરાળા ખાતે મહાઆરતી – મહાપૂજા મહોત્સવ ઉજવાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના ખાખરાળા ગામે બહુચરધામમાં કાંજીયા પરિવારના કુળદેવીનો મહાઆરતી – મહાપૂજા અને ગરબા મહોત્સવ ઉજવવામાં આવ્યો.

ખાખરાળા ગામે કાંજીયા પરિવારના કુળદેવીના નવા શિખરબંધ મંદિરમાં તા.18/01/2023ના રોજ ટંકારાના મોટા ખીજડિયા ગામેથી શ્રીબહુચરાજી માતાનું સ્થળાંતર-સ્થાપન થયું. આ મંદિરમાં શંખલપુર બહુચરાજી મંદિરમાં બિરાજેલા કુળદેવી સાક્ષાત્ દૃશ્યમાન થાય છે. સાથે મેલડી માતા અને શૂરાપુરાદાદાનું સ્થાપન છે. દર માસની શુક્લ અષ્ટમીએ માતાજીના વસ્ત્ર-શૃંગાર બદલાય છે. ધ્વજારોહણ થાય છે. પોષ શુક્લ અષ્ટમીએ પાટોત્સવ યોજાય છે.

દર વર્ષે બંને નવરાત્રીમાં કાંજીયા પરિવારના 101 કુટુંબો મળીને માતાજીની મહાઆરતી, મહાપૂજા અને ગરબાનો મહોત્સવ યોજે છે. મહાપ્રસાદ સાથેના આ કાર્યક્રમમાં સમગ્ર પરિવારના નાનાંમોટાં તમામ ભાઈ-બહેનો ખૂબ જ ભાવ અને ઉત્સાહથી ગરબે રમે છે. માતાજીનું આ મંદિર નવલખી રોડ પર ખાખરાળા ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. કાર્યક્રમનું આયોજન દર વર્ષે નવયુગ ગ્રુપના સંસ્થાપક પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ બહુચરધામ વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર