Tuesday, October 14, 2025

મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ઓ.ગુ.સા. ચારસો ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નજીકના વનાળીયા (શારદાનગર) ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદ પુનમના દિવસે યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે.જેમાં ભટ્ટ પરિવારના સહ પરિવાર હાજરી આપી દર્શન તેમજ પ્રસાદનો લાભ લે છે.

આગામી શરદપૂનમ તા.૭-૧૦ ને મંગળવારના હોય આ દિવસે આ આયોજનમાં યજમાન તરીકે મુળ બહાદુરગઢ નિવાસી હાલ મોરબી દિનેશભાઇ દયાશંકર ભટ્ટ, જીતુભાઈ દયાશંકર ભટ્ટ, લલીતભાઈ દયાશંકર ભટ્ટ તરફથી વ્યવસ્થા કરવામાં આવેલ છે?જ્યારે આ યજ્ઞ વિધીમાં લલીતભાઈ દયાશંકર ભટ્ટના પુત્ર વિદ્વાન શાસ્ત્રી હર્ષદીપભાઈ ભટ્ટ બેસવાના છે.તેમજ યજ્ઞની શાસ્ત્રોક્ત રીતે વેદ મંત્રો દ્વારા પુજાવિધિ શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ અને તેની ટીમ દ્વારા કરાવવામાં આવશે.આ યજ્ઞના દાતા ચરીકેનો લાભ દિનેશભાઇ ભટ્ટ, જીતુભાઈ ભટ્ટ, લલીતભાઈ ભટ્ટ અને તેના પરિવારે લીધેલ હોય સૌ ભટ્ટ પરિવારને દર્શન અને પ્રસાદ લેવા માટે તેઓેેએ પધારવા હ્રદયપૂર્વક આમંત્રણ આપેલ છે.

આવતા વર્ષની શરદ પુનમમાં જેમને યજ્ઞ વિધીમાં બેસવાનુ હોય તેમણે નીચે આપેલ નામ નંબર ઉપર સંપર્ક કરી નામ નોંધાવશે.તો ત્યારે જ જાહેરાત કરવામાં આવશે.તેમ સંસ્થાના પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.93274 99185) જે.પી. ભટ્ટ (મો.99254 51138) તથા દર્શનભાઈ ભટ્ટ (મોં.98982 42906) એ યાદીમાં જણાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર