Monday, October 13, 2025

મોરબીમાં શ્રી જલારામ જયંતીની શોભાયાત્રા સંદર્ભે ૧૪મી તારીખે મોરબી લોહાણા સમાજ માટે મીટીંગ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તારીખ 29 ઓક્ટોબર ને બુધવાર ના રોજ મોરબી માં ભવ્યાતિભવ્ય શ્રી જલારામ બાપા ની શોભાયાત્રા તેમજ દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શોભાયાત્રા ને લઇ ને મોરબી ના રઘુવંશી પરિવારો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ આયોજન ને નિખારવા માટે જ્ઞાતિબંધુઓ ની સાથે ચર્ચા ગોષ્ટીરૂપે મોરબી રઘુવંશી સમાજ ની મહત્વ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મિટિંગ તારીખ 14મી ઓક્ટોબર ને મંગળવાર ના રાત્રે 9-30 કલાકે મોરબી ના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે. આ મિટિંગ માં લોહાણા સમાજ ની તમામ સંસ્થાઓ, તમામ હોદેદારો, મહિલા સંગઠનો, સમાજ શ્રેષ્ટીઓ, વેપારી મિત્રો તેમજ કમિટી મેમ્બર્સ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ એ આમંત્રણ પાઠવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર