હળવદમા અપહરણના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા ઇસમને મોરબી AHTUની ટીમે ઝડપી પાડયો

હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતેથી મોરબી AHTUની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી AHTUની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાનો આરોપી તથા ભોગ બનનાર હાલે- લખતર જિ.સુરેન્દ્રનગર ગામે રહેતા હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે મોરબી AHTU ટીમ દ્વારા તપાસ કરતા આરોપી રવિભાઈ સુરેશભાઇ પુરબીયા રહે. લખતર જુના વાલમીકી વાસ, તા.લખતર જિ. સુરેન્દ્રનગરવાળો ફરીયાદીની સગીર વયની દિકરીને અપહરણ કરી ભગાડી ગયેલ હોય, જે આરોપી રવિભાઇ સુરેશભાઇ પુરબીયાને તથા ભોગ બનનાર બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img