Thursday, January 1, 2026

મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજના દ્વારા 31ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં પાત્રો જેવાકે રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્માવતી, કાશી, અર્જુન, ભગવાન પરશુરામ,ગૃહિણી જેવા અલગ અલગ પાત્રો ભજવ્યા અને જ્ઞાન સાથે ગમ્મત નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમા અતિથિવિશેષ તરીકે જયશ્રીબેન વાઘેલા, આરતીબેન રત્નાણી, અને હેતલબેન જોષી ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સેન્ટર સ્ટાફ પૂનમબેન, ચાંદનીબેન, ભવ્યભાઈ અને ભગિરથભાઈ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં અંદાજે 30 થી 40 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેન્ટર મેનેજર કપિલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

હાલ માં સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે ફ્રી માં નર્સિંગ ની ટ્રેનિંગ આપવામાં આવે છે. ભવિષ્યમાં નવા અલગ અલગ કોર્ષિસ આવવાના છે તો વહેલા તે પહેલા ના ધોરણે સેન્ટર ની મુલાકાત લેવાનું જણાવવામાં આવે છે.

એડ્રેસ: ઘનશ્યામ માર્કેટ, 3જો માળ, વી માર્ટ પાસે, રવાપર રોડ મોરબી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર