મોરબીમાં જગતગુરુ રામાનંદાચાર્યજીની 726 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે
મોરબી માળિયા મી. વિસ્તારના રામાનંદી સાધુ સમાજ દ્વારા આગામી તા. ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ રામાનંદ ભવ, રામઘાટ મોરબી ખાતે જગતગુરુ રામાનંદાચાર્યજી ની ૭૨૬ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.
જેમાં સવારે ૭.૩૦ કલાકે મંગલા આરતી, ૧૧.૩૦ કલાકે મહાઆરતી તેમજ ૧૨.૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે તેમ રામાનંદી સાધુ સમાજ મોરબી માળિયા (મી.) ની જ્ઞાતિ યાદીમાં જાણવામાં આવ્યું છે.