મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભડીયાદ ગામે રહેતા કેશવજીભાઇ ઘેલાભાઈ અઘારા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ ભડીયાદ ગામની સીમમાં પ્લેટીના સીરામીક સામે રેલ્વેના પાટા પર ડેમુ ટ્રેન હડફેટે આવી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.






