મોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિનો ૩૯મો સમૂહ લગ્નોત્સવ : ૨૪ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે
10 ફેબ્રુઆરીએ રિવેરા સીરામિકની બાજુમાં, મોરબી-૨ ખાતે યોજાશે સમૂહલગ્નોત્સવ: રાજકીય, સામાજિક આગેવાનો અને અધિકારીઓએ આપશે હાજરી
મોરબી: સામાજિક ખર્ચ ઘટાડવા અને સમૂહ ભાવના વધારવાના ઉમદા હેતુ સાથે વરીયા પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા આગામી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ને મંગળવારના રોજ ભવ્ય ૩૯મો સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ પ્રસંગે જ્ઞાતિના ૨૪ નવદંપતીઓ એકસાથે પ્રભુતામાં પગલાં પાડશે.
ક્યારે અને ક્યાં યોજાશે પ્રસંગ?
આ સમૂહ લગ્નનું આયોજન મહા વદ-૮ (૧૦-૦૨-૨૦૨૬) ના રોજ એસ્ટ્રોન સિરામિકની પાછળ રિવેરા સીરામિકની બાજુમાં, મોરબી-૨ ખાતે રાખવામાં આવ્યું છે.
કાર્યક્રમોની વિગત: સવારે ૫:૩૦ કલાકે: ગણેશ સ્થાપના સાથે મંગલ શરૂઆત થશે, સવારે ૮:૧૫ કલાકે: સામૈયા અને જાનનું સ્વાગત કરવામાં આવશે, સવારે ૯:૩૦ કલાકે: સમારંભમાં પધારેલા મહેમાનો અને સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે, સવારે ૧૦:૧૫ કલાકે: હસ્ત મેળાપની મુખ્ય વિધિ થશે, બપોરે ૧:૧૫ કલાકે: નવદંપતીઓને કરિયાવર ભેટ આપી વિદાય આપવામાં આવશે.
સંતો અને મહાનુભાવોની હાજરી: આ મંગલ પ્રસંગે આશીર્વાદ આપવા માટે પ.પૂ. મેહુલદાસ બાપુ અને યોગીશ્રી જ્યોતનાથજી બાપુ ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નાથાભાઈ સવાડિયા અને સહ-અધ્યક્ષ તરીકે માવજીભાઈ વારેવડીયા ઉપસ્થિત રહેશે.
ભવ્ય કરિયાવરની ભેટ: જ્ઞાતિના ઉદાર દાતાઓ તરફથી નવદંપતીઓને નવો ઘર-સંસાર વસાવવા માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે. જેમાં સોના-ચાંદીના દાગીના, સ્ટીલના વાસણો, કબાટ, પલંગ, ગાદલાં, મિક્સર, ઈસ્ત્રી, ગેસ સ્ટવ અને રસોડાની નાની-મોટી ૧૨૦થી વધુ વસ્તુઓનો સમાવેશ થાય છે.
વિશેષ આકર્ષણ: પુસ્તક પ્રદર્શન લગ્નની સાથે જ્ઞાતિમાં શિક્ષણ અને વાંચનનો વ્યાપ વધે તે માટે આ વખતે ખાસ પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આ લગ્નોત્સવનું વિશેષ આકર્ષણ બની રહેશે.
વરીયા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ મોરબીના પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ વારનેશીયા અને સમગ્ર સમિતિ આ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહી છે.