Saturday, February 7, 2026

મોરબી સિરામિક મેન્યુફેક્ચર્સ એસો. દ્વારા જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટિવ સેશન યોજાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજે મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે CGWB (Central Ground Water Board), WCR ના અમદાવાદ થી પધારેલા અધિકારીઓ ડૉ. રતિકાંત નાયક – પ્રાદેશિક નિયામક, બિસ્વરૂપ મહાપાત્ર – સાયન્ટિસ્ટ, સદ્દામ હુસૈન સાયન્ટિસ્ટ અને પ્રબોધ કુમાર કુશ્વાહા – STA ની ઉપસ્થિતિમાં જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું.

આ ઇન્ટરએક્ટિવ સેશનમાં સિરામિક ઉદ્યોગકારોને ગ્રાઉન્ડ વોટર પરમિશન , NOC પ્રક્રિયા વિગેરે સંબંધિત મુદ્દાઓ ની વિગતવાર છણાવટ કરી માર્ગદર્શન આપ્યું હતું.

ઉદ્યોગકારોને આવતાં પ્રશ્નો જેમ કે ગ્રાઉન્ડ વોટરનો વપરાશ ના કરતા હોવા છતાં જો શો કોઝ આવી હોય તો શો કોઝ કેન્સલ કરવા માટે પોર્ટલ પર ડેટા ફિલઅપ ની પ્રક્રિયા, ગ્રાઉન્ડ વોટર માટે NOC કેવી રીતે મેળવવી, તેમજ NOC પેન્ડિંગ હોય તો આગળ શું કાર્યવાહી કરવી જેવા મુદ્દાઓ અંગે અધિકારીઓ દ્વારા સ્પષ્ટ અને ઉપયોગી માહિતી ઓન લાઇન પોર્ટલ પર આપવામાં આવી હતી. જે માટે એસોસિએશન ના હોદ્દેદારો દ્રારા અધિકારીઓ નો આભાર વ્યક્ત કર્યા હતો.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. આ જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટીવ સેસનને સફળ બનાવવા માટે સિરામિક એસોસિએશન ના હોદ્દેદારો એ ભારે જહેમત ઉઠાવેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર