મોરબી: ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનું સફળ આયોજન
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીતાંજલી વિદ્યાલય ખાતે તારીખ :08/02/2026 રવિવારના રોજ પ્રિ. Ssc પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 170 વિદ્યાર્થીનું રેજીસ્ટ્રેશન થયું હતું તેમાંથી 155 વિદ્યાર્થી હાજર રહી આ પરીક્ષાનો અનુભવ લીધો.
ફેબ્રુઆરી 2026ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીને આ પરીક્ષાનો અનુભવ થાય એ માટે આ પરીક્ષાનું આયોજન કરેલ હતું જેથી વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ લાવી શકાય, અલગ સ્કૂલમાં પરીક્ષાનો માહોલ, રસીદ, ઉતારવહી, બારકોર્ડ સ્ટીકર ખાખી સ્ટીકર પુરવણી વગેરે ઘણી સમસ્યાનું સમાધાન લાવી સફળરીતે આ પરીક્ષા પૂર્ણ થઈ.
બોર્ડની પરીક્ષાની જેમજ બ્લોક મુજબ બેઠક વ્યવસ્થા એક વર્ગમાં 30 વિદ્યાર્થી રસીદ, બારકોર્ડ, ખાખી સ્ટીકર વગેરે દ્વારા આબેહૂબ બોર્ડ પરીક્ષાનું આયોજન થયું અનુભવી સ્ટાફ દ્વારા આયોજનબધ્ધ સુચારુ સંચાલન કરી બોર્ડની પરીક્ષાનો માહોલ ઉભો કરવામાં સફળ રહ્યા જેનો ફાયદો વિદ્યાર્થીને મળ્યો હતો.
સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલ પરીક્ષાનો ડર, વિદ્યાર્થીની અંદર રહેલ પરીક્ષાનો હાવ દૂર થાય અને પૂર્વ અનુભવ કેળવાય અને વિદ્યાર્થી ચિંતામુક્ત થઇ પરીક્ષા આપે એવા ઉદ્દેશથી આ પરીક્ષા યોજાય હતી જેમાં શાળાને સફળતા મળી.
ઘણા વિદ્યાર્થીએ પોતાના અનુભવ સહારે કર્યા અને નીડરતાથી આપી. આ સાથે આગામી ssc બોર્ડની પરિક્ષક આપનાર મોરબીના તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના સહ સારુ પરિણામ લાવી માતાપિતા અને ગુરુનું નામ રોશન કરે.
ગીતાંજલી વિદ્યાલય સંપર્ક નં : 7016278907