ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં આવતીકાલે વિજ પુરવઠો બંધ રહેશે
મોરબી: ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ 10-02-2026 ના રોજ વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. અને કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.
ઘૂંટુ સબસ્ટેશનમાંથી નીકળતા માંડલ એ.જી. ફીડર મેન્ટેનન્સ કામગીરી અર્થે સવારે 09.00 થી બપોરે 5.00 સુધી બંધ રહેશે. તથા રામનગર JGY સવારે 8.30 થી બપોરે 2.00 વાગ્યા સુધી બંધ રહેશે.
તેમજ લખધીરપુર સબસ્ટેશન માંથી નીકળતા બાલાજી ફીડર માં સવારે 8.30 થી બપોરે 02.00 સુધી બંધ રહેશે. તેમજ આ ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.