મોરબી: પરણિતાને દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ
મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીમા પીતાને ઘેર રહેતી પરિણીત મહિલાને સાસરીયા પક્ષ દ્વારા દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર -૦૧ માં માવતરે રહેતા ઉર્વશીબેન સુનિલભાઈ શેવાકાએ (ઉ.વ.૩૦) એ આરોપી સુનિલ રાજકુમાર શેવકાની (પતિ), રાજકુમાર ઈશ્વરદાસ શેવકાની (સસરા), દીલીપ રાજકુમાર શેવકાની (જેઠ ), હીર દીલીપ શેવકાની (જેઠાણી) રહે. બધા – ૧૩૧ (એ) સંત માધવદાસ માર્ગ કવરનગર જયપુર રાજસ્થાનવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સસરા તથા જેઠ -જેઠાણી એમ તમામે લગ્નજીવન દરમિયાન અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી મારકુટ કરી, શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી હેરાન કરતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.