ચાલુ વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર 7 જૂન, 2021થી શરૂ થયું હતું. આ વખતે પણ 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવશે.
ગુજરાત સરકારે કહ્યું કે, રાજ્યમાં શાળાઓમાં 35 દિવસના ઉનાળા વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળા વેકેશનની શરૂઆત 9 મેથી થશે અને 12મી જુન શાળાઓમાં રજા રહેશે.13મી જુનથી ફરી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે અને નવા સત્રનો પ્રારંભ થશે.
નિયામક કચેરીએ પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે, તમામ ડીઈઓ-ડીપીઈઓએ સંકલનમાં રહી વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી તમામ સ્કૂલોમાં એક સાથે જ વેકેશન જાહેર થાય. જેથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૯મી મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનું રહેશે
દશાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેક ભવ્ય વિડિયો શો, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સત્ય ઘટના પર આધારિત લાઇવ શો સહિતના કાર્યક્રમો યોજાશે અહેવાલ:- ઇમરાન સરવદી ઉપલેટાઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે તા. ૨૪ ફેબ્રુઆરી થી ૫ માર્ચ ૨૦૨૬ સુધી સતત ૧૦ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય અને...
તંત્રી લેખ : જિજ્ઞેશભાઈ કાલાવડિયા.
ભારતીય ચૂંટણી પંચે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કરીને દેશના 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા એપ્રિલ 2026 થી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદાર યાદીમાંથી ક્ષતિઓ દૂર કરવી,...
ભુજ, પશ્ચિમ કચ્છતારીખ: 20/02/2026સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત પશ્ચિમ કચ્છના ભુજ તાલુકાના વડવાળા ગામમાં એક મોટી સફળતા મળી છે. બાતમીના આધારે SMCની ટીમે વડવાળા ગામના સર્વે નંબર 39માં ચાલતા દારૂના 'કટીંગ' પર દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસ દ્વારા...