વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને અન્યાય થયા બાબતે શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા ૦૮/૦૪ ના રોજ રેલી યોજી આવેદન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે
શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા, શહેર અને તાલુકા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તા.૦૮/૦૪ ને શુક્રવારે રાજપૂત કરણી સેનાના કાર્યકરો રેલી સ્વરૂપે જીલ્લા કલેકટર કચેરી ખાતે ૧૧ વાગ્યે પહોંચશે અને વિદ્યાર્થીઓના શુભચિંતક એવા યુવરાજસિંહને થયેલા અન્યાય મામલે આવેદન પાઠવવામાં આવશે ત્યારે રેલીમાં સર્વે સમાજના વિદ્યાર્થીઓને જોડાવવા અપીલ કરવામાં આવી છે
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...