મોરબીનાં બગથળા ગામે શ્રી મોટા રામજી મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાશે

બગથળા ગામ સમસ્ત દ્વારા તા ૧૯ થી ૨૧ એમ ત્રણ દિવસ સુધી શ્રી મોટા રામજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શાસ્ત્રી પીયુષભાઈ પંડ્યા (ઘૂટુંવાળા) યજ્ઞના આચાર્યપદે બિરાજશે અને મહંત દામજી ભગત આશીવચન પાઠવશે મહોત્સવમાં તા. ૧૯ ના રોજ હેમાદ્રી-દેહશુદ્ધિ કર્મ, જલયાત્રા પૂજન, પ્રતિષ્ઠા યજ્ઞ પ્રારંભ કરાશે તા. ૨૦ ના રોજ યજ્ઞ પ્રારંભ અને શોભાયાત્રા યોજાશે તેમજ તા. ૨૧ ના રોજ સવારે યજ્ઞ પ્રારંભ, નુતન મંદિરે ઈંડું અને ધ્વજારોહણ કરાશે અને સાંજે બીડું હોમવામાં આવશે
તે ઉપરાંત તા. ૨૧ ને ગુરુવારે સાંજે ૬ કલાકે પટેલ સમાજવાડી બગથળા ખાતે મહાપ્રસાદ યોજાશે અને સાંજે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા બગથળા ગામ સમસ્ત દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img