વિવિધ પ્રશ્નો મામલે મંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મોરબી જિલ્લાના પાણી, રસ્તા, નર્મદા કેનાલ સહિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

બેઠકમાં મંત્રીએ જિલ્લાના વિવિધ ગામના સરપંચ પાસેથી જે તે ગામના રસ્તા, પાણી, કેનાલ જેવા પ્રશ્નો સાંભળી આ પ્રશ્નોના નિકાલ માટે સબંધિત વિભાગના અધિકારીઓને સમયમર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ થાય અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ મુશ્કેલી ન પડે તેવું આયોજન હાથ ધરવા સુચના આપી હતી

ખરેડા રોડ, ઝીકીયારી રોડ સહિત વિવિધ રોડના પ્રશ્નોના નિરાકરણ અંગે પણ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં તળાવ ઉંડા કરવાની કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, પાણી પુરવઠા વિભાગ, વાસ્મો, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા વિભાગના અધિકારીઓ સહિત વિવિધ ગામના સરપંચઓ ઉપસ્થિત રહયા હતાં.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img