પણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધતું રહ્યું છે.આ પ્રદૂષણ વિશેની જાગૃતિ લોકોમાં આવે એ હેતુથી નીલકંઠ સ્કૂલ તેમજ સક્ષમ-૨૦૨૨ (IOCL)ના સંયુક્ત ઉપક્રમે સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા રાષ્ટ્રીય શૈક્ષિકસંઘ મોરબી જિલ્લા પ્રમુખ દિનેશભાઈ વડસોલા, નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા ના વરદ હસ્તે લીલીઝંડી આપી કરવામાં આવ્યું હતું. જેમાં 120 થી વધુ સાયકલવીરોએ ભાગ લીધો હતો.
આ સાયકલોથોન એ શહેર માં 2.5 કિમી વિસ્તાર માં ફરી અને લોકોને ઉર્જા બચાવવા માટેની અપીલ કરી હતી.
આ પ્રસંગે બ્રિજેશભાઈ મેરજાએ આપણા કુદરતી સંસાધનોને બચાવવા માટે “હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો”પર ધ્યાન આપવાની જરૂર છે તેમ જણાવ્યું હતું .આ પ્રવૃત્તિઓનો હેતુ ગુજરાતી જનસમુદાયમાં બળતણની બચત,સ્વચ્છ ઊર્જાનો ફાયદો,પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા વગેરે જેવા સંદેશાઓ પ્રસરાવવા નો હતો.
આ કાર્યક્રમને અંતે 120થી વધુ સાયકલિસ્ટને નીલકંઠ સ્કૂલ દ્વારા ફાઈલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...