મોરબી જિલ્લા ની સરકારી મેડિકલ કોલેજ રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા મોરબીમાં સામાજિક સંગઠનો સામજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા એક રચનાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં 5 દિવસથી શનાળા રોડ ખાતે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે ધરણા કરવામાં આવી રહ્યા છે.
પ્રથમ દિવસે મોરબી જિલ્લાના આગેવાનો દ્વારા સુત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા
બાદમાં આજે કોંગ્રેસ દ્વારા આજે ધરણા સ્થળ પર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકારને ભગવાન સદબુદ્ધિ આપી મોરબીને ફરી સરકારી મેડીકલ કોલેજ પરત કરે તેવી ભગવાન પાસે પાર્થના કરી હતી. આ યજ્ઞમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, ગુજરાત કોંગ્રેસ મહામંત્રી મનોજ પનારા, રાજુભાઈ કાવર,મહેશભાઈ રાજ્યગુરુ, કે.ડી.પડસુમ્બિયા, સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનોં અને કાર્યકરો હાજર રહ્યા હતા અને સરકારદ્વારા આગાઉ જે ગ્રીન ફિલ્ડ સરકારી મેડીકલ કોલેજ આપે તેવી ભગવાન સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના કરી હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...