કાલે બુધવારે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બંધબારણે બેઠક

પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખ, મંત્રીઓ અને ટ્રસ્ટીઓની કાલે બુધવારે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે સવારે 09:30 કલાકે બંધબારણે બેઠક યોજાનાર છે.

આ બેઠકમાં યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા પિતાની સંમતિ બાબતે, તાજેતરમાં PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાય મુદ્દે, પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે, PSI ભરતીના નોટિફિકેશનમાં સેક્શન 16નું ઉલ્લંઘન કરી સરકારે ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા હતા તે બાબતે તેમજ બિનઅનામત આયોગ અને નિગમમાં પેન્ડીંગ પડેલા પ્રશ્નોના નિકાલે અંગે ચર્ચાઓ કરવામાં આવશે.

બંધ બારણે યોજાનાર આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ, સિદસરના જેરામભાઈ વાંસજાળિયા અને સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વાલજી શેટા સહિતના દિગ્ગજ આગેવાનો હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 12 જૂન 2021 ના રોજ ખોડલધામ ખાતે મુખ્ય સંસ્થાઓની બેઠક મળી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img