બગસરા પ્રાથમિક શાળાના જર્જરિત રસોડાનું સમારકામ કરવા રજૂઆત

બગસરા પ્રાથમિક શાળા ના આચાર્ય દ્વારા માળીયા મામલતદાર ને અરજી કરવામાં આવી હતી કે શાળા માં આવેલ મધ્યાન ભોજન ના રસોડા ની હાલત ખૂબ ખરાબ હોય ઉપરથી પોપડા પડતા હોય ત્યારે રસોડામાં કામ કરવું ખૂબ મુશ્કેલી ભર્યું છે ઉપરાંત ઉપરથી છત તેમજ દિવાલ પડવાનો પણ ભય છે

ત્યારે વિદ્યાર્થીઓને પણ નુકસાન થવાની શક્યતા છે. હાલ વર્ષાઋતુમાં રસોડામાં ઉપરથી પાણી ટપકે છે ત્યારે કોઈપણ સંજોગોમાં ત્યાં કામ થઈ શકે તેવી સ્થિતિ નથી ત્યારે આચાર્ય દ્વારા માળિયા મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

પ્રાથમિક શાળાના આચાર્ય ની રજૂઆત ને ધ્યાને રાખી માળીયા મામલતદાર દ્વારા કલેકટર ઓફિસ ખાતે બગસરા પ્રાથમિક શાળા માટે મધ્યાહન ભોજન નવું બનાવવા માટે દરખાસ્ત કરી છે. જર્જરિત રૂમ ના કારણે કોઈ અકસ્માત ના બને તે માટે ત્વરિત કામગીરી કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img