જેના દિલમાં સતત સેવાકીય ભાવના રહેલી છે તેમજ વંચિત પરિવારોનેસહાય યોજના ની પણ દિલથી લાગણી હોય તેવા ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ અને પી.જી. પટેલ કોલેજના સુપ્રીમો એવા દેવકરનભાઈ આદ્રોજા અને તેમના ધર્મપત્ની કે જેઓ પણ સેવા ભાવના સાથે જોડાયેલા છે તેમનાં હસ્તે દિપ પ્રાગટય કરી ને આ સિવન કેન્દ્ર ખુલ્લું મુકાયું તેમની સાથે આ સમિતિના સભ્યો શ્રી ટી સી ફૂલતરિયા સાહેબ બાલુભાઈ કડીવાર અને વિનુભાઈ ભટ્ટ હાજર રહેલ.
સાથે કેન્દ્ર સંચાલિકા હેતલબેન ભટ્ટ અને તેમનાં સગા સ્નેહી જનોની આડોશી પાડોશી ની પણ હાજરી હતી આ તકે દેવકરન ભાઈએ કહ્યું કે આર્થિક નબળા વર્ગના અને વિધવા બહેનોની દીકરીઓને પગભર બનાવવા માટે આ સેવાકાર્ય કરવામાં આવે છે શારદાબેન અને ટી સી ફુલતરિયા સાહેબનો પણ એજ સેવાના ભાવનાને અનેક તાંતણાથી બાંધી મજબૂત બનાવવાની ભાવના વ્યકત કરી હેતલ બેન દ્વારા મીઠા મોં કરાવી કરાવવામાં આવ્યા હતા અને વિનુભાઈ ભટ્ટ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...