ગાયત્રી પરીવાર મોરબી દ્વારા વાત્સલ્ય વિદ્યાપીઠ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આજે વાત્સલ્ય વિદ્યાપીઠ મોરબી મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો.

જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી ગડારા પાર્થભાઈ અને ગડારા વાત્સલ્ય ભાઈ હાજર રહી બાળકોને વ્યસન વિશે માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પાસે પોતે વ્યસન ના કરવું તેમજ બીજાઓને વ્યસન મુક્ત કરવા માટેના સપત લેવડાવ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કુલના ટ્રસ્ટી ઘેટિયા યોગેશભાઈ, ગામીભાઈ અને પ્રિન્સીપાલ રાવલ નીરવ ભાઈ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળિયો હતો. ગામીભાઈએ બાળકોને ખાસ મોબાઈલના વ્યસન થી સાવચેત કર્યા હતા. તેમજ કાર્યક્રમને અંતે વ્યસન મુક્તિની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img