Wednesday, June 3, 2026

મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘી ના અડદીયા સાથે ચીકી વિતરણ શરૂ

અડદીયા તેમજ ચીકી મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘી ના ડ્રાયફ્રુટ થી ભરપુર મસાલેદાર અડદીયા પ્રતિ કીલો રૂ.૩૫૦ ના ભાવે અવિરતપણે વિતરણ કરવા માં આવી રહ્યુ છે ત્યારે વિવિધ જાત ની ચીકી નું પણ સર્વજ્ઞાતિય વિતરણ શરૂ થઈ ગયેલ છે. જે અંતર્ગત ડ્રાઈફ્રુટ, કાજુ, બદામ, પિસ્તા, તલ-સિંગ-દાળીયા સહીત ની વિવિધ જાત ની ચીકી નુ વિતરણ કરવા માં આવી રહ્યુ છે. વિવિધ પ્રકાર ની ચીકી રૂ.૭૦,રૂ.૮૦ તથા રૂ.૧૦૦ ના ભાવે ૫૦૦ ગ્રામ પેકિંગ માં ઉપલબ્ધ છે. આ વિવિધ જાત ની ચીકી તેમજ અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી તેમ સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img