ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી ઘણા સમયથી બંધ હોવાના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હાલમાં જે કામ થયું છે તેમા પણ લોટ પાણીને લાકડા જોવા મળ્યા. હજુ આ રોડ પુર્ણ થયો નથી ત્યાં ગાબડાં પડી રહ્યા છે ત્યારે લોકો એક જ પ્રશ્ન કરતા જોવા મળી રહ્યાં છે કે શું ૧૦ કરોડ મંજુર થયા છે છતા આવું જ કામ કરશે..?