મોરબી એલસીબી પર ટંકારા નજીક આરોપીઓ એ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
ત્યારે આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના એ ડિવિઝન, બી ડિવિઝન અને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન આમ ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હાના આરોપીઓ ટંકારા નજીક આવેલ હોટલ પર આવ્યા હોઈ તેવી બાતમી એલસીબીને મળી હોઈ ત્યારે પોલીસ દ્વારા બાતમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી.
ત્યારે એલસીબી દ્વારા બાતમીના આધારે ત્યાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં આરોપી (૧) નવઘણ મોહનભાઈ બાંભવા અને (૨) મચ્છલાભાઇ ઉર્ફે લાલો પરબતભાઇ વરું બંને મળી આવ્યા હતા પરંતુ પોલીસની ટીમ ત્યાં આરોપીઓની અટકાયત કરવા પહોંચી ત્યારે આરોપીઓ દ્વારા તેમની સાથે બોલાચાલી કરી ધક્કામુક્કી કરવામાં આવી હતી. બાદ નવઘણભાઈ બાંભવાએ પોલીસ જવાન પર લાકડી વડે માથાના ભાગે ડાબી બાજું હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસ દ્વારા ભોગ બનનાર પોલીસ વિપુલભાઇ બાલાસરા એ ટંકારા પોલીસ સ્ટેશનમાં આ બંને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે ટંકારા પોલીસ દ્વારા ફરિયાદ મુજબ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...