મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા દવા છંટકાવ અને ડસ્ટીંગ સહિતની કામગીરી હાથ ધરાઇ 

મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મરચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી. જેમા ઘર મુલાકાત લઈ પાણી ભરેલ પાત્રોની ચકાસણી કરવામાં આવેલ તથા આવા પાત્રોમા પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવાની પ્રવ્રુતિઓ હાથ ધરવામાં આવી હતી તેમજ ખુલ્લી ગટર તેમજ વોકળામા મચ્છર ના થાય તે માટે દવા છંટકાવ તથા ડસ્ટીંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા સાંજના સમયે બારી બારણા બંધ રાખવા, મચ્છરદાનીમા સુવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહી તે માટે આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા. ઘરની આજુબાજુ ભરાયેલ બંધિયાર પાણી વહેતુ કરી દેવા વગેરે તકેદારી રાખવા તેમજ તાવના લક્ષણો જણાય તો નજીક ના આરોગ્ય કેન્દ્રનો સમ્પર્ક સમ્પર્ક કરવા અપીલ કરવામાં આવે છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img