રાજ્યભરમાં આગામી દિવસોમાં હિન્દુઓની ભગવાન જગન્નાથની રથયાત્રા અને મુસ્લિમોની બકરી ઈદનો તહેવાર આવી રહ્યા છે. આ તહેવારો શાંતિમય માહોલમાં ઉજવાઈ તે માટે પોલીસ કાર્યરત છે. બંને તહેવારો દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવો ના બને તે માટે અત્યારથી પોલીસ સજાગ બની છે. બંને તહેવારોની ઉજવણી મોરબી તાલુકા અને આજુબાજુના ગામોમાં ભાઈચારા અને શાંતિથી ઉજવાઈ તે માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ બેઠક બોલાવી હતી.
આ પ્રસંગે પોલીસ અધિકારીએ રથયાત્રા અને રમઝાન ઈદના તહેવારો શાંતિથી અને ભાઈચારા વચ્ચે યોજાઈ તે માટે અપીલ કરી હતી. તેમજ તે દિવસે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ બેઠકમાં બંંને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...