મોરબી: મોરબી તાલુકાના ગાળા ગામની ગ્રામ પંચાયતની બોડી તેમજ નાગરીકો ઉપર ગાળા ગામનાં દલીત સમાજના અમુક લોકો દ્વારા અવારનવાર તદન ખોટી અને મનઘડત તથા પાયાવિહોણી ફરીયાદો કરી હેરાન પરેશાન કરવામાં આવતા હોવાથી સમસ્ત ગાળા ગામ દ્વારા મોરબી જીલ્લા કલેકટર અને મોરબી જીલ્લા પોલીસ વડાને કોઈપણ પાયાવિહોણી અને તથ્ય વિનાની ફરીયાદ ન થાય એના માટે લેખિત રજુઆત કરવામાં આવી છે.
મોરબી તાલુકાના સમસ્ત ગાળા ગામ દ્વારા મોરબી જીલ્લા કલેકટર તથા મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરી જણાવવામાં આવ્યું છે કે દલીતભાઈઓ દવારા ગાળા ગ્રામ પંચાયત બોડી તેમજ ગામના નાગરીકો ઉપર અવાર નવાર ખોટી ફરીયાદ કરીને હેરાન કરવામાં આવે છે. અને અવાર નવાર ખોટી એટ્રોસીટી ફરીયાદની ધમકીઓ આપીને ગામ લોકોને પરેશાન કરે છે. જે ગાળા ગામના રસ્તા ઉપર દબાણ કરેલ જે દબાણ જલ્લા પંચાયત કચેરી દ્રારા ડીમોલીશનની કામગી૨ી ક૨વામાં આવેલ. જે અનુસંધાને ગાળા ગામના જ વતની જીતીયા રાહુલ કેશવજીભાઈએ આપની કચેરીમાં તા. ૧૩-૦૭-૨૦૨૩ના રોજ ગાળા ગામના નાગરીકો ઉપર અસ્પૃશ્યતા અને મુળભુત અધીકારોથી વંચીત રાખવા બાબતની અરજી કરેલ છે.
જે તદન ખોટી અને પાયાવીહોણી છે. તો આપને અમો ગાળા ગામના નાગરીકો જણાવીએ છીએ કે અમો ગાળા ગામના નાગરીકો એ કોઈ દીવસ દલીતભાઈઓ ઉપર કોઈપણ પ્રકારનું ગેરવર્તન કરેલ નથી. અને અમારૂ ગામ એમના કોઈપણ સામાજીક કાર્યમાં સંપુર્ણ સહકાર આપે છે. જેના પુરાવા રૂપે તા.૫-૫-૨૦૨૩ ના રોજ દલીત સમાજ દ્રારા ૧૧ દીકરીઓના સમુહ લગ્નનું આયોજન રાહુલભાઈ કેશવજીભાઈ જીતીયા દ્રારા કરવામાં આવેલ હતું તેમા અમારા ગામના સરપંચ તથા ઉધોગપતીઓ દ્રારા જ ફાળો આપેલ હતો. જેના પુરાવા રૂપે લગ્ન કંકોત્રી સામેલ છે. જેમા અમારા ગામના દાતાઓના નામ છે. ત્યાર બાદ અમો ગાળા ગ્રામ પંચાયત ના ૬૫ – માં નાણાપંચની ગ્રાંટમાંથી તેમનું સ્મશાન ઉપર સંરક્ષણ દિવાલ અંગેની ગ્રાંટની રકમ ૨,૦૦,૦૦૦ અંકે રૂપીયા બે લાખ પુરા ફાળવવામાં આવેલ છે.
ત્યારબાદ તેમના દલીતવાસની અંદર પેવર બ્લોકની ગ્રાંટ ૨,૫૦,૦૦૦ની ગ્રાટ પણ ફાળવવામાં આવેલ છે. ત્યારબાદ ગાળા ગામના યુવાનો દ્વારા સ્વચ્છતા અભીયાન ચલાવવામાં આવે છે. તેમા યુવક મંડળ દ્વારા સ્ટ્રીટલાઈટ ગોઠવવામાં આવેલ છે તેનું લાઈટબીલ ગાળા ગામના યુવાનો દ્રારા ચુકવવામાં આવે છે. તો અમો ગાળા ગામના નાગરીકો ને એ સમજાતુ નથી કે રાહુલભાઈ કેશવજીભાઈ જીતીયા દ્રારા અસ્પૃશના અને મુળભુત અધીકારોની અરજી કેમ કરેલ છે. તો આ પાયાવીહોણા અને ખોટા આક્ષેપો શા માટે કરે છે. અને ગાળા ગામના નાગરીકો ને એવો ભય સતાવે છે કે આગળ જતા કોઈપણ પ્રકારની નીમ્ન કક્ષની ફરીયાદો તો નહી કરે ને તેથી ગાળા ગામના વતનીઓની દ્વારા મોરબી જીલ્લા કલેકટર તથા મોરબી જિલ્લા પોલીસ વડાને કોઈપણ તથ્ય વિનાની અને પાયાવિહોણી ફરીયાદ ન થાય એના માટે લેખિત રજુઆત કરી છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...