ટંકારાના વિરપર ગામે ગામડાના સેવાભાવી ગૌસેવક મિત્ર મંડળ દ્વારા પોતાના ગામડાની ગાય ક્યારેય કતલખાને નહી જાય તેવા સંકલ્પ સાથે ગામડામા ૨૩ વર્ષ પૂર્વે કામધેનુ ગૌ આશ્રમ શરૂ કરવામા આવેલ છે.
અહીંયા આશ્રિત લુલી લંગડી અને નધણીયાતા ગૌધનને નિભાવવા માટે ગામડાના યુવાનો દર વર્ષે નવરાત્રી દરમિયાન નાટકો ભજવી ફંડફાળો એકઠો કરીને સરાહનીય સેવા કરે છે. ગૌસેવા કાજે શરૂ કરાયેલી ઐતિહાસિક નાટકો ભજવવાની પરંપરા મુજબ આ વખતે વિરપર ગામ દ્વારા 19 ઓક્ટોબર ને ગુરૂવાર રાત્રે 10 કલાકેથી “ રાણકદેવી – રા ‘ ખેગાર નાટક યોજાયેલ અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક “નભલો પભલો” રજુ કરવામાં આવ્યું હતું. નાટક તેમજ કોમિક નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનોને ઉપસ્થિત રહ્યા હતા મજાની વાત તો એ છે કે, ગૌ માતાની ચાકરી અને જતન માટે યોજાતા પૌરાણિક ધાર્મિક ગ્રંથો અને ઇતિહાસની કથા પ્રમાણેના નાટકોમા પાત્રો પણ સ્વયં સેવકો ખૂદ વ્યવસાયે નટ ન હોવા છતા બખૂબી ભજવી પોતાની કલાના જોરે દર્શકોને ભરપુર આનંદ પિરસી સ્વૈચ્છિક સખાવત કરવા રીઝવી દાતાઓની દિલેરીથી ફંડ એકઠું કરે છે. આ વખતે એક બાદ એક દાનની સરવાણી વરસાવી હતી. જ્યાં એક જ રાતમાં પ્રેક્ષકો ગુલાબ દિલ્હી દાનનો ધોધ વહાવ્યો કુલ રૂ.૧૩.૫૦૦૦૦ અને ૨૭૦ ગુણી ખોળ ફાળાનું અનુદાન પ્રાપ્ત થયું સંપૂર્ણ ૨કમને ગૌશાળાના લાભાર્થે ખર્ચવામાં આવશે.
અહીં હાલ ૧૧૫ જેટલી લુલી લંગડી અને નધણીયાતી ગાયો આશ્રય લઈ રહી છે. ગૌ સેવા માટે કદી ક્યાંય હાથ લંબાવ્યા વગર વર્ષમાં એક વખત નવરાત્રી દરમિયાન ધાર્મિક ગ્રંથો અને ઈતિહાસની કથા મુજબના ઐતિહાસિક નાટકો યોજી ગામડાના યુવાનો કામધંધા છોડી એકાદ માસ સુધી પાત્રના રિહર્સલ કરી તૈયારી કરે છે.ગૌસેવક મિત્ર મંડળ દ્વારા જણાવેલ કે આવેલ દાન સંપૂર્ણ ગૌશાળાના લાભાર્થે ખર્ચવામાં આવશે.
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનો ન હોવાના કારણે ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં યોગ્ય સુરક્ષા ઉપકરણોના અભાવે સારવાર દરમિયાન 2 યુવકનું મોત...
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત (અમદાવાદ અને સૌરાષ્ટ્ર)થી મુંબઈ તરફ જતી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ જેવી મહત્વની ટ્રેનો આજે...