મતદારયાદી સુધારણા ઝુંબેશનો જાહેર જનતાને વધુ ને વધુ લાભ લેવા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીની અપીલ
તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાતના સંદર્ભે ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ આગામી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી મતદાન મથકોની ભૌતિક ચકાસણી અને મતદાન મથકોની પુનઃ ગોઠવણી મતદારોની વિગતોમાં પુનરાવર્તન દૂર કરવા, ફોટાઓનું પુનરાવર્તન દૂર કરવા તેમજ ઇપિક સબંધી પ્રશ્નોનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તા.૦૧/૦૮/૨૦૨૨ થી તા.૧૦/૦૮/૨૦૨૨ સુધી ફોર્મેટ-૧ થી ૮ તૈયાર કરવા તથા ૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાતની તારીખને અનુરૂપ પૂરવણીયાદીઓ અને મુસદ્દા મતદારયાદી તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
તા.૧૨/૦૮/૨૦૨૨ ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દા પ્રસિદ્ધ કરવામાં આવશે અને સબંધિત હક્ક-દાવા તથા વાંધા અરજી તા.૧૨/૦૮/૨૦૨૨ થી ૧૧/૦૯/૨૦૨૨ રજૂ કરી શકશે.
આ હક્ક-દાવા તથા વાંધા અરજીઓનો તા. ૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં નિકાલ કરવાની કામગીરી હાથ ધરાશે.
તા.૪/૧૦/૨૦૨૨ સુધીમાં મતદારયાદીમાં હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની રહે છે તથા ડેટાબેઝ અદ્યતન કરવાની તથા પૂરવણી યાદીઓ જનરેટ કરવાની રહે છે.
મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.૧૦/૧૦/૨૦૨૨ ના રોજ કરવામાં આવશે. ઉપરાંત ખાસ ઝુંબેશની તારીખો EIC દ્વારા અલગથી જાહેર કરવામાં આવનાર છે .
જે લોકોને બુથ પર ન જવું હોય તે લોકો NVSP,VHA નો ઉપયોગ કરી પોતાના હક્ક-દાવા રજૂ કરી શકે છે. આ બાબતે કોઇ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ૧૯૫૦ ટોલ ફ્રી નંબર પર ફોન કરી પોતાની દુવિધાનો ઉકેલ મેળવી શકશે. જેથી ઉક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા અને તંદુરસ્ત મતદારયાદી તૈયાર થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર-મોરબી જે.બી. પટેલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...