મોરબીના સામાકાંઠ વિસ્તારમાં આવેલ અત્યાધુનિક દાંતનું શ્રી શક્તિ ડેન્ટલ કેર & ઈમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ ૦૫-૦૧-૨૦૨૫ ને રવિવારના રોજ સવારના ૦૯:૩૦ થી ૧:૦૦ કલાકે મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ રોડ પર આવેલ શ્રી શક્તિ મેડિકલની બાજુમાં આવેલ કુળદેવી પાન સામે શ્રી શક્તિ ડેન્ટલ કેર & ઈમ્પ્લાન્ટ સેન્ટર ખાતે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં પાંચ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા દાંત નિષ્ણાત ડોક્ટર અંજનાબા એ. ઝાલા નિઃશુલ્ક સેવાઓ આપશે. તેમજ આ નિદાન કેમ્પમા દર્દીએ હાજર રહેવા માટે ૮૩૨૦૯૧૦૨૧૦ પરથી એપોઇન્ટમેન્ટ લેવાનું રહેશે.
ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ
મશીન દ્વારા દાંતની સફાઈ (Ultra-Sonic Scaling), દાંતના મૂળની સારવાર (Root Canal Treatment), પેઢાના રોગો (પાયોરીયા) ની સારવાર, ડીજીટલ એકસ-રેની સુવિધા, દાંતના સડાની સફાઇ, ચાંદી તથા દાંતના કલર જેવું ફિલિગ, – નાના બાળકોના દાંતની અદ્યતન ઉપકરણોથી સારવાર, સિરામીક, એકેલીક તથા મેટલના ફિક્સ દાંત (FP.D.) બેસાડવાની સુવિધા, દાંતનું આખુ ચોકઠું તથા એક થી વધારે દાંતનું ચોકઠું બનાવવાની સુવિધા, વાંકા-ચુકા દાંતની આધુનિક સારવાર (Ortho. Treatment), બ્લિચિંગ થી દાંત સફેદ કરાવવા, ડેન્ટલ જવેલરી – હીરા બેસાડવાની સુવિધા, મોઢામાં પડેલા ચાંદાઓનું નિદાન અને સારવાર, સ્માઇલ ડીઝાઇનીંગ તથા કોસ્મેટીક ડેન્ટલ ટ્રીટમેન્ટ, ડહાપણ દાઢની સર્જરી, જડબાના ફેક્ચરની સારવાર, નાના બાળકોની દાંતની દરેક પ્રકારની સારવાર, સિંગલ સિટીંગ Root Canal Treatment કરી આપવામાં આવશે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...